શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરવા માટે ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન લેવામાં આવે છે.



જ્યારે કોઈને ઝાડા, ઉલટી થાય છે ત્યારે ડોકટરો ORS લેવાની ભલામણ કરે છે.



તેમાં ગ્લુકોઝ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને નબળાઇ દૂર કરે છે.



આ ઉનાળાની ઋતુમાં ડોકટરો લોકોને તેમની સાથે ORS રાખવાની સલાહ આપે છે.



પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓ ORS પી શકે છે કે નહીં?



સામાન્ય રીતે બજારમાં મળતા ORSમાં ગ્લુકોઝ એટલે કે સુગર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું નથી.



જો ડાયાબિટીસનો દર્દી સામાન્ય ORS પીવે છે તો તેના બ્લડ સુગરનું સ્તર વધી શકે છે જે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.



ડાયાબિટીસના દર્દીઓએ બજારમાં મળતા સામાન્ય ORS ન લેવા જોઈએ.



તમે એક ગ્લાસ પાણીમાં એક ચપટી મીઠું અને થોડું લીંબુ મિક્સ કરી શકો છો.



નારિયેળ પાણી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો