ફેટી લીવરના દર્દીઓએ આહારમાં બટાકાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

બટાકાને આહારમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવાને બદલે મધ્યમ માત્રામાં ખાવા હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

તેમાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઇબર જેવા શરીર માટે જરૂરી પોષક તત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા બટાકા ખાવાથી કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ વધી શકે છે, જે સમસ્યા ગંભીર બનાવી શકે.

Published by: gujarati.abplive.com

ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ કે વધુ તેલ-મસાલાવાળા બટાકા ખાવાનું સદંતર ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તળેલા અને મસાલેદાર બટાકા ખાવાથી લીવરમાં બળતરા અને સોજો વધવાની શક્યતા રહે છે.

Published by: gujarati.abplive.com

ફેટી લીવર ધરાવતા લોકો માટે બાફેલા, બેક કરેલા કે શેકેલા બટાકા શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

બાફેલા બટાકા ઠંડા કરીને ખાવાથી તે પાચન અને લીવરના સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક રહે છે.

Published by: gujarati.abplive.com

બ્લડ સુગર જાળવી રાખવા બટાકાને હંમેશા ફાઈબરયુક્ત લીલા શાકભાજી સાથે મિક્સ કરીને ખાવા.

Published by: gujarati.abplive.com

આહારમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com