શિયાળામાં મળતા ગાજરને સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે 'સુપરફૂડ' માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

પ્રખ્યાત ડોક્ટર એરિક બર્ગના મતે, સતત 30 દિવસ સુધી ગાજરનો જ્યૂસ પીવાથી શરીરમાં અનેક સકારાત્મક ફેરફારો થાય છે.

Published by: gujarati.abplive.com

પાચન સુધારે છે: ગાજરમાં ફાઇબરની માત્રા સારી હોય છે, જે આંતરડાને સાફ રાખે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

કબજિયાતમાં રાહત: જો તમને કબજિયાતની સમસ્યા હોય, તો ગાજરનો જ્યૂસ પીવાથી તેમાં ખૂબ જ ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

આંખો માટે વરદાન: તેમાં રહેલું 'બીટા કેરોટીન' વિટામિન A માં ફેરવાય છે, જે ડ્રાય આઈઝની સમસ્યા દૂર કરી આંખોનું તેજ વધારે છે.

Published by: gujarati.abplive.com

વૃદ્ધત્વ ધીમું પાડે છે: ગાજરના એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરના કોષોને હેલ્ધી રાખે છે, જેના કારણે ઉંમર વધવાના લક્ષણો જલ્દી દેખાતા નથી.

Published by: gujarati.abplive.com

ત્વચા પર કુદરતી ચમક: 30 દિવસ સુધી જ્યૂસ પીવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે અને ખીલ કે ડાઘ-ધબ્બા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

ઇમ્યુનિટી બૂસ્ટર: તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

સાવચેતી: ગાજરમાં નેચરલ સુગર હોય છે, તેથી તેનું સેવન હંમેશા સીમિત માત્રામાં જ કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તમે લાલ કે કેસરી (ઓરેન્જ) એમ બંનેમાંથી કોઈપણ પ્રકારના ગાજરનો ઉપયોગ કરી શકો છો.

Published by: gujarati.abplive.com