છાતીમાં થતો દરેક દુખાવો હાર્ટ એટેક નથી હોતો, તે ઘણીવાર સામાન્ય ગેસ પણ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આજના સમયમાં ખરાબ ખાનપાન અને તણાવને કારણે હૃદય અને ગેસની સમસ્યાઓ વધી છે.

Published by: gujarati.abplive.com

જો દુખાવો પેટ ફૂલવા, ઓડકાર કે ઉબકા સાથે હોય, તો તે ગેસ હોવાની શક્યતા વધુ છે.

Published by: gujarati.abplive.com

હાર્ટ એટેકનો દુખાવો ડાબા ખભા, ગરદન અથવા જડબા સુધી ફેલાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

અચાનક ઠંડો પરસેવો આવવો અને ગભરામણ થવી એ હાર્ટ એટેકના મુખ્ય સંકેત છે.

Published by: gujarati.abplive.com

ગેસનો દુખાવો પાચન બરાબર ન થવાને કારણે પેટથી વધીને છાતી સુધી પહોંચી શકે છે.

Published by: gujarati.abplive.com

શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં અસહ્ય દબાણ અનુભવાય તો તેને અવગણશો નહીં.

Published by: gujarati.abplive.com

હાર્ટ એટેક દરમિયાન વ્યક્તિ છાતીમાં તીવ્ર ભાર અથવા ભીંસ અનુભવે છે.

Published by: gujarati.abplive.com

ગેસના દુખાવામાં ઘણીવાર પેટમાં ખેંચાણ કે હળવી બળતરા જેવા લક્ષણો જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

કોઈ પણ શંકાસ્પદ સ્થિતિમાં જાતે ઈલાજ કરવાને બદલે તુરંત ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

નોંધ: આ માહિતી માત્ર જનજાગૃતિ માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યામાં નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com