ફુદીનાના પાન મુખ્ય તો ચટણી માટે ઉપયોગી છે જો કે ફુદીનાના સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે તેના પાન ઔષધિય ગુણથી ભરપૂર છે. ગરમીમાં થતી સમસ્યામાં ફુદીના અંત્યંત ઉપયોગી સાબિત થાય છે જો સતત હેડકી આવતી હોય તો 10થી 15 ફુદીનાના પાન ચાવવાથી હેડકી બંધ થઈ જશે. ફુદીના પાચન માટે અકસીર દવા છે. તેના સેવનથી પાચન ક્રિયા સારી થાય છે મુખની દુર્ગંધ દૂર કરવા ફુદીનાનું સેવન કરવું જોઈએ ગરમીમાં લૂથી બચવા માટે પણ ફુદીનાનો પ્રયોગ કારગર છે ફુદીનાના તાજા પાનને પીસીને ચહેરા પર લગાવવાથી કુલિંગ ઇફેક્ટ મળે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે