બ્લડ કેન્સર (લ્યુકેમિયા) એ એક જીવલેણ રોગ છે જે અસ્થિ મજ્જા (Bone Marrow) માં શરૂ થાય છે, જ્યાં લોહીના કોષો બને છે.



આ રોગ મુખ્યત્વે લોહીના કોષોના DNA માં થતી ગડબડને કારણે થાય છે, જેના માટે કેટલાક જોખમી પરિબળો જવાબદાર હોઈ શકે છે.



ધૂમ્રપાન: લાંબા સમય સુધી ધૂમ્રપાન કરવાથી DNA ને નુકસાન થાય છે અને બ્લડ કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.



દારૂનું સેવન: વધુ પડતો દારૂ પીવાથી અસ્થિ મજ્જાને નુકસાન થાય છે, જે નવા રક્ત કોષો બનવાની પ્રક્રિયાને ધીમી પાડે છે.



કેમિકલનો સંપર્ક: પેટ્રોલ, પ્લાસ્ટિક અને સિગારેટના ધુમાડામાં રહેલા બેન્ઝીન જેવા કેમિકલના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી જોખમ વધે છે.



રેડિયેશન: ઉચ્ચ સ્તરના રેડિયેશનના સંપર્કમાં રહેવાથી પણ કોષોના DNA માં નુકસાનકારક ફેરફાર થઈ શકે છે.



સ્થૂળતા (વધારે વજન): વધારે વજન અને મેદસ્વીતા પણ લ્યુકેમિયા જેવા કેટલાક બ્લડ કેન્સરનું જોખમ વધારી શકે છે.



આ ઉપરાંત, વધતી ઉંમર અને પારિવારિક ઇતિહાસ પણ આ રોગ માટેના જોખમી પરિબળો છે.



વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આ રોગમાં શરીરની લોહી ગંઠાવવાની ક્ષમતા ઘટી જાય છે, જેનાથી ગમે ત્યારે અસામાન્ય રક્તસ્ત્રાવ થઈ શકે છે.



આ જીવલેણ રોગથી બચવા માટે, ઉપરોક્ત જોખમી આદતોથી દૂર રહેવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અત્યંત જરૂરી છે.