સીતાફળ એક મીઠું અને ક્રીમી ફળ છે. તે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.



પરંતુ, કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે, તેવી જ રીતે સીતાફળનું વધુ પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.



સીતાફળના ગર્ભ અને બીજમાં એનોનાસિન નામનું રાસાયણિક સંયોજન હોય છે. આ સંયોજન મગજ અને નર્વસ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને પાર્કિન્સન રોગનું જોખમ વધારી શકે છે.



સીતાફળમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો કે, તેનું વધુ પ્રમાણ બ્લડ પ્રેશરને અસર કરી શકે છે અને આયર્નનું વધુ પ્રમાણ થેલેસેમિયા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.



સીતાફળમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાત મટાડે છે. પરંતુ, જો તેને વધુ માત્રામાં ખાવામાં આવે તો તે પેટમાં દુખાવો, ગેસ અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.



સીતાફળમાં કેલરી અને ખાંડની માત્રા વધુ હોય છે. જો તેને વધારે ખાવામાં આવે તો તેનાથી વજન વધી શકે છે અને લીવર અને કિડની પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને તેનું સેવન ટાળવું જોઈએ અથવા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.



સીતાફળના બીજમાં ઝેરી તત્વો હોય છે જે ત્વચા અને આંખોને નુકસાન પહોંચાડે છે. બીજનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે ત્વચામાં બળતરા અને આંખની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.



સીતાફળ ખાતા પહેલા તેના બીજ અને છાલ કાઢી નાખવા જોઈએ. તેના ગર્ભનો ઉપયોગ આઈસ્ક્રીમ, મિલ્કશેક અથવા સલાડમાં પણ થઈ શકે છે.



સીતાફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.