ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં શરીર ગ્લુકોઝનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી



ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વસ્થ આહાર પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.



ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ બધા ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી



નિષ્ણાંતોના મતે બધા ફળોમાં ફ્રુક્ટોઝ નામનું નેચરલ સુગર હોય છે



કેટલાક ફળોમાં તેનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધી શકે છે.



દ્રાક્ષમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, પરંતુ તેમાં નેચરલ સુગર પણ વધુ માત્રામાં હોય છે.



ચેરીમાં પણ ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે.



અનાનસમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે.



કેળામાં સુગરનું પ્રમાણ પણ વધુ હોય છે.



કેરી વિટામિન A અને C નો સારો સ્ત્રોત છે, પરંતુ તેમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે.



આ ઉપરાંત કસ્ટર્ડ એપલ અને લીચી ખાવાનું પણ ટાળવું જોઈએ.



સફરજનમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને ધીમી ગતિએ વધારવામાં મદદ કરે છે.



જામફળ ફાઇબરથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી પણ હોય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો