ઉનાળામાં લીંબુની માંગ વધે છે પરંતુ તે જલ્દી સુકાઈ જવાની કે બગડી જવાની સમસ્યા રહે છે.

Published by: gujarati.abplive.com

લીંબુને સીધા ખુલ્લા રાખવાને બદલે એરટાઇટ કન્ટેનરમાં રાખવાથી તેનો કુદરતી ભેજ જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

કાચના જારમાં પાણી ભરી તેમાં લીંબુ ડુબાડીને ફ્રીજમાં રાખવાથી તે મહિના સુધી તાજા રહી શકે છે.

Published by: gujarati.abplive.com

પેપર નેપકિન અથવા કોટનના કપડામાં લપેટવાથી લીંબુ સડતા નથી અને તેની ગુણવત્તા જળવાય છે.

Published by: gujarati.abplive.com

પેપર વધારાનો ભેજ શોષી લે છે, જેના કારણે લીંબુ લાંબા સમય સુધી રસદાર રહે છે.

Published by: gujarati.abplive.com

અડધું કપાયેલું લીંબુ સાચવવા માટે તેના પર થોડું મીઠું લગાવી ફ્રીજમાં રાખવું જોઈએ.

Published by: gujarati.abplive.com

મહિનાઓ સુધી લીંબુ વાપરવા માટે તેનો રસ કાઢીને આઈસ ટ્રેમાં જમાવી લેવો શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

આ લેમન ક્યુબ્સનો જરૂર પડે ત્યારે શરબત કે રસોઈમાં સીધો ઉપયોગ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

લીંબુને સ્ટોર કરતા પહેલા તેને હંમેશા સાફ કરી અને બરાબર કોરા કરી લેવા જોઈએ.

Published by: gujarati.abplive.com

સંગ્રહ કરતા સમયે જો કોઈ લીંબુ નરમ કે બગડેલું હોય તો તેને તરત જ અલગ કરી દેવું.

Published by: gujarati.abplive.com