નાળિયેર પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.



તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, ઝીંક, ફોસ્ફરસ, વિટામિન સી, વિટામિન બી-કોમ્પ્લેક્સ, એમિનો એસિડ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ હોય છે.



નિષ્ણાંતોના મતે નાળિયેર પાણી પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત થાય છે.



આ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.



તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.



અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, નાળિયેર પાણીમાં કેલરી ખૂબ ઓછી હોય છે.



નાળિયેર પાણી શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. કિડનીમાં પથરીની શક્યતા ઘટાડે છે.



નાળિયેર પાણીમાં હાજર ફાઇબર પાચનતંત્રમાં સુધારો કરે છે. ઉપરાંત, તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.



તે પેટની બળતરા પણ ઘટાડે છે અને આંતરડાને સાફ કરે છે. તે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.



નાળિયેર પાણી આંતરડામાં સારા બેક્ટેરિયા વધારીને પાચનને ઝડપી બનાવે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો