શું ચા પીવાના કારણે ઇમ્યૂનિટી ઓછી થઇ જાય છે? આપણે લોકોને કહેતા સાંભળ્યા હશે કે ચા પીવાથી ઇમ્યૂનિટી ઓછી થઇ જાય છે આજે અમે તમે આ પાછળનું સત્ય જણાવીશું કે શું વાસ્તવમાં આવું થાય છે ચા પીવાના અનેક નુકસાન છે તો તેના અનેક ફાયદાઓ પણ છે ગ્રાન અને હર્બલ ચામાં કેટેચિન અને ફ્લેવોનોઇડ જેવા એન્ટીઓક્સિડેન્ટ હોય છે તેનાથી આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સને ઓછા કરીને ઇમ્યૂનિટીમાં વધારો કરે છે આદુ અને અન્ય મસાલા ચા પીવાથી આપણી ઇમ્યૂનિટી વધે છે પરંતુ તમે વધારે ચા પીવો છો તો તમારા શરીરમાં કેફિનની માત્રા વધી શકે છે તેનાથી તણાવ અને ઉંઘની સમસ્યા થઇ શકે છે અને આ સ્થિતિ ઇમ્યૂનિટીને નબળી પાડી શકે છે મીઠી ચા પીવાથી શરીરમાં સોજો અને સ્થૂળતા વધી શકે છે જે ઇમ્યૂનિટી નબળી પાડી શકે છે