કિડનીના સારા કાર્ય માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.



સારી માત્રામાં પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને કિડનીને ફિલ્ટર કરવામાં વધુ મહેનત કરવી પડતી નથી.



તેથી તમારે દિવસભર 3 લિટર પાણી પીવું જોઈએ.



સવારે ઉઠ્યા પછી હુંફાળું પાણી પીવું એ શ્રેષ્ઠ રસ્તો છે.



પરંતુ એક સાથે ઘણું પાણી પીવું કિડની માટે સારું નથી. આનાથી કિડની પર દબાણ આવે છે.



કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ એક સાથે 1-2 બોટલ પાણી પી લે છે.



ડૉક્ટરો આ આદતને યોગ્ય માનતા નથી.



સવારે એક સાથે આટલી મોટી માત્રામાં પાણી પીવાથી કિડની પર દબાણ આવે છે.



તમારા દિવસની શરૂઆત 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવાથી કરવી જોઈએ







આનાથી તમારા શરીરને સૌથી વધુ ફાયદો થશે. એક સાથે વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો