આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પોષક તત્વોની જરૂર હોય છે.



આમાં વિટામિન અને મિનરલ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.



આયરન પણ એક એવું જ જરૂરી મિનરલ્સ છે જે શરીરમાં હિમોગ્લોબિન ઉત્પન્ન કરવામાં અને શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે.



જો શરીરમાં આયરનની ઉણપ હોય તો એનિમિયા જેવી સમસ્યા થઈ શકે છે



જેના કારણે નબળાઈ, થાક, માથાનો દુખાવો અને એકાગ્રતામાં મુશ્કેલી પડી શકે છે.



પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયરનની ઉણપની સમસ્યા વધુ જોવા મળે છે.



ડાર્ક ચોકલેટ એક એવો વિકલ્પ છે જે આયરનની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે.



ડાર્ક ચોકલેટમાં સારી માત્રામાં આયરન જોવા મળે છે.



નિષ્ણાતોના મતે 100 ગ્રામ ડાર્ક ચોકલેટમાં લગભગ 11.9 મિલિગ્રામ આયરન જોવા મળે છે જેમાં 70-85 ટકા કોકો હોય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો