લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવાના કારણે બાળકોને નાની ઉંમરે જ ચશ્મા આવી જાય છે.



ઘણા લોકો ઈચ્છે છે કે તેઓ તેમના ચશ્માથી છૂટકારો મેળવી શકે



પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ તેમને ચશ્મા વિના જીવવામાં મુશ્કેલી પડે છે



તમારા ડાયટમાં કેટલીક એવી ખાદ્ય ચીજોનો સમાવેશ કરવો પડશે



જે પોષક તત્વોથી ભરપૂર હોય જે આંખોની રોશની સુધારે છે. આ ઉપરાંત તેઓ તમારી આંખોના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે.



લ્યૂટીન, ઝેક્સેન્થિન, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન સી અને વિટામિન ઇથી ભરપૂર ખોરાક આંખના સ્વાસ્થ્ય માટે ખાસ ફાયદાકારક છે.



આ પોષક તત્વો આંખોને ઉંમર સંબંધિત સમસ્યાઓ જેમ કે દ્રષ્ટિ ગુમાવવી અને મોતિયાથી બચાવવામાં પણ મદદ કરે છે.



ગાજરમાં બીટા-કેરોટીન એટલે વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની સુધારે છે.



શક્કરિયા બીટા-કેરોટીનનો પણ સારો સ્ત્રોત છે, જે શરીરમાં વિટામિન A ની ઉણપને દૂર કરે છે.



પાલક, મેથી ખાવાથી તમારી આંખોને ફાયદો થાય છે.



સેલ્મોન, ટુના અને મેકેરલ ઓમેગા-3 ફેટી એસિડના ઉત્તમ સ્ત્રોત છે જે તમારી આંખોના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.



બદામ, અખરોટ ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન ઇ અને ઝીંકથી ભરપૂર છે



જે આંખોને ઉંમર સંબંધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.



નારંગી, દ્રાક્ષ અને લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે જે આંખોને નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે.



ઈંડામાં લ્યૂટીન અને ઝેક્સેન્થિન તેમજ વિટામિન એ અને ઝીંક હોય છે.



આ બધા પોષક તત્વો તમારી આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો