એવું કહેવાય છે કે નોન-વેજમાં પ્રોટીન સારી માત્રામાં જોવા મળે છે.



પરંતુ કેટલાક લોકો કહે છે કે પનીર પણ તેનો સારો સ્ત્રોત છે. લોકો તેમના આહારમાં બંનેનો સમાવેશ કરે છે.



શાકાહારીઓને પ્રોટીન માટે કાચું પનીર ખાવાની સલાહ આપવામાં આવે છે.



પનીર અને ઈંડા બંને પ્રોટીનના સારા સ્ત્રોત છે. આ સાથે બંનેમાં વિવિધ પ્રકારના પોષક તત્વો જોવા મળે છે



ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હેલ્થલાઈન અનુસાર, મોટા બાફેલા ઈંડામાં દૈનિક મૂલ્ય મુજબ 8 ટકા વિટામિન A, 6 ટકા ફોલેટ, 14 ટકા છે.



તે સિવાય વિટામિન B5, 23 ટકા વિટામિન B12, 7 ટકા ફોસ્ફરસ અને 28 ટકા સેલેનિયમ હોય છે. આ સાથે તેમાં 78 કેલરી, 6 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ ચરબી હોય છે.



પનીર પણ સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. હેલ્થલાઇન અનુસાર, અડધો કપ અથવા 113 ગ્રામ ઓછી ચરબીવાળા પનીરમાં 81 કેલરી, 14 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ મળે છે



તે સિવાય પનીરમા 1 ગ્રામ ચરબી, વિટામિન B12 - દૈનિક મૂલ્ય મુજબ 29 ટકા, સોડિયમ, 20 ટકા, સેલેનિયમ 18.5 ટકા, ફોસ્ફરસ 21.5 ટકા અને કેલ્શિયમ 6 ટકા હોય છે.



જો આ બંનેને ધ્યાનમાં લેવામાં આવે તો આ મુજબ પનીરમાં ઇંડા કરતાં વધુ પ્રોટીન હોય છે.



પનીરમાંથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો