નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી શરીર ડિટોક્સ થાય છે અને પાચનતંત્રને આરામ મળે છે.

આ દરમિયાન એનર્જી જળવાઈ રહે તે માટે કેટલાક ખાસ ફૂડનું સેવન કરવું જોઈએ

ઉપવાસમાં કેળા, સફરજન અને પપૈયા જેવા ફળો ખાવાથી દિવસભર શરીરમાં ભરપૂર ઉર્જા જળવાઈ રહે છે.

શક્કરીયા, દૂધી અને કોળા જેવા હળવા શાકભાજી પાચનમાં સરળ રહે છે અને નબળાઈ આવવા દેતા નથી.

વ્રતના ભોજનમાં રાજગરો, કૂટુનો લોટ અને સાબુદાણા સામેલ કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

સ્નાયુઓ અને ત્વચા માટે દહીં, મગફળી અને નારિયેળ જેવા પ્રોટીનથી સભર ખોરાક લેવો જરૂરી છે

અખરોટ, બદામ, કિસમિસ અને સૂર્યમુખીના બીજ ખાવાથી શરીરમાં સતત એનર્જી બની રહે છે

દિવસભર ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી, નાળિયેર પાણી અથવા લીંબુ પાણી પીને શરીરને હાઇડ્રેટેડ રાખો

વધુ પડતા મસાલેદાર, તળેલા ખોરાક અને પેકેજ્ડ જંક ફૂડથી દૂર રહો

વ્રત દરમિયાન વધુ પડતી ચા કે કોફી પીવાથી બચવું જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com