ભારતમાં ચા ખૂબ જ લોકપ્રિય પીણું છે, પરંતુ સાંજના સમયે તેનું સેવન ઘણા લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે.



નિષ્ણાતોના મતે, સારી ઊંઘ માટે સૂવાના 10 કલાક પહેલાં કેફીન (ચા-કોફી) થી દૂર રહેવું જોઈએ.



સાંજે ચા પીવાથી ઊંઘમાં ખલેલ, પાચન સમસ્યાઓ અને શરીરમાં બળતરા (inflammation) વધી શકે છે.



કોણે ન પીવી જોઈએ?: જે લોકોને અનિદ્રા અથવા ઓછી ઊંઘની સમસ્યા હોય, તેમણે સાંજે ચા બિલકુલ ન પીવી.



જે લોકો તણાવ, ચિંતા કે ગભરાટ જેવી માનસિક સમસ્યાઓથી પીડાતા હોય, તેમના માટે પણ તે હાનિકારક છે.



જેમને કબજિયાત, ગેસ કે એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય, તેમણે સાંજે ચા ટાળવી.



શુષ્ક ત્વચા અને વાળ (વાત પ્રકૃતિ) ધરાવતા લોકો માટે પણ સાંજે ચા પીવી નુકસાનકારક છે.



જે લોકો વજન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા જેમને ભૂખ ઓછી લાગતી હોય, તેમણે પણ તેનાથી બચવું.



આ ઉપરાંત, હોર્મોનલ સમસ્યાઓ, ઓટો-ઇમ્યુન રોગો અને નબળા મેટાબોલિઝમવાળા લોકોએ પણ સાંજે ચા ન પીવી.



આમ, સ્વસ્થ રહેવા માટે અને સારી ઊંઘ માટે, સાંજે 5 વાગ્યા પછી ચા પીવાની આદત છોડી દેવી હિતાવહ છે.