મેથીનો ઉપયોગ સદીઓથી ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદમાં કરવામાં આવે છે.



મેથીનું પાણી પીવાથી વજન ઘટાડવામાં, પાચનમાં સુધારો કરવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.



જોકે, મેથીનું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે, પરંતુ દરેક માટે નહીં.



મેથીનું પાણી પીવાથી કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે



જે લોકોની બ્લડ સુગર પહેલાથી જ ઓછી છે તેમણે મેથીનું પાણી પીવાનું ટાળવું જોઈએ.



સગર્ભા સ્ત્રીઓએ મેથીનું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.



મેથી અકાળે પ્રસૂતિ અથવા કસુવાવડનું જોખમ વધારી શકે છે.



જેઓ લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છે, તેમણે મેથીનું પાણી પીવાનું ટાળવું જોઈએ.



કેટલાક લોકોને મેથીથી એલર્જી હોઈ શકે છે.



જો તમને પહેલાથી જ ગેસ, એસિડિટી, ડાયેરિયા જેવી છે તો મેથીનું પાણી પીવાથી તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.



નાના બાળકોને મેથીનું પાણી આપતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો