રાત્રે આરામથી ઊંઘવા માટે દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો રસ્તો અપનાવે છે

ઘણા લોકો ઓશીકું વાળીને સુવાની ટેવ હોય છે

પરંતુ આ ટેવ થોડીવાર માટે સારી લાગે છે, પરંતુ લાંબાગાળે આ નુકસાનકારક છે

ઓશીકું ખૂબ ઊંચું હોવા પર ગરદન પોતાની સાચી સ્થિતિમાં નથી રહેતી.

તેનાથી સવારે ઊઠતી વખતે ગરદનમાં દુખાવો, શોલ્ડરમાં ખેંચાણ અને માથું ભારે લાગવા જેવી તકલીફ અનુભવાય છે.

જો રોજ આ જ રીતે ઊંઘવામાં આવે તો સવારે ઊઠ્યા પછી ગરદનમાં અકડન અને દુખાવો રહેવા લાગે છે

કેટલીકવાર આ દુખાવો ખભ્ભા અને પીઠ સુધી પણ પહોંચી જાય છે.

જો ઓશીકું ખૂબ નરમ હોય અને માથું તેમાં વધુ ખૂંપી જાય, ત્યારે પણ ગરદનની સ્થિતિ બગડી શકે છે.

તેથી ઓશીકું પસંદ કરતી વખતે માત્ર તેની જાડાઈ જ નહીં, પરંતુ આરામ અને ગરદનની સાચી સ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે