ઉનાળામાં ગરમીના કારણે શરીરના તાપમાનમાં વધારો થાય છે



હીટ સ્ટ્રોકને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. હીટસ્ટ્રોકનું જોખમ વધે છે.



ગરમીથી બચવા માટે તમારા ડાયટ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ગરમીથી બચવા માટે તમારે શું ખાવું જોઈએ?



ઉનાળામાં મળતા તરબૂચ અને ટેટી એવા ફળો છે જેમાં 90 ટકા પાણી હોય છે.



આ ખાવાથી શરીર ઠંડુ થાય છે. તે શરીરને ડિહાઇડ્રેશનની સમસ્યાથી પણ બચાવે છે.



દહીં અને છાશ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



દહીં પેટને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે, તો છાશ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે. આ શરીરને ઠંડક પ્રદાન કરે છે.



આ ઉપરાંત તે ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે.



નારિયેળ પાણીમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા ગુણધર્મો હોય છે.



શરીરને ઠંડુ રાખવા ઉપરાંત આ ઉર્જા પ્રદાન કરવામાં પણ અસરકારક છે.



ફુદીનો શરીરને ઠંડક આપે છે. ફુદીનાનું પાણી ઉનાળામાં રાહત આપે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો