આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે



એચડીએલ જેને ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને LDL જેને બેડ કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે.



જો તમે તમારા ગુડ કોલેસ્ટ્રોલને વધારવા માંગતા હોવ તો તમારા ડાયટમાં આ ફૂડ્સને સામેલ કરો



ઓલિવ ઓઇલ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.



બદામમાં હેલ્ધી ફેટ્સ, ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે



જે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે



માછલી ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે HDL કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.



ઓટ્સમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં અને ગુડ કોલેસ્ટ્રોલ (HDL) વધારવામાં મદદ કરે છે.



એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ અને ફાઇબર હોય છે, જે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો