અસ્વસ્થ આહાર અને બેડ જીવનશૈલીના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. બેડ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડાયાબિટીસ, ફેટી લીવર અને કિડનીની સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાવાની ખોટી આદતોના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. આવી સ્થિતિમાં અમુક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. તળેલા નાસ્તા જેવા કે સમોસા, કચોરી, પકોડા અને ફ્રાઈસમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. માખણ અને ઘીમાં વધારે માત્રામાં સંતૃપ્ત ચરબી હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. લાલ માંસમાં ઘણી બધી સંતૃપ્ત ચરબી હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને વધારી શકે છે. સંપૂર્ણ ચરબીયુક્ત દૂધ, ક્રીમ અને ચીઝમાં વધુ સંતૃપ્ત ચરબી હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારી શકે છે.