ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે વધતા તાપમાન વચ્ચે શરીરને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગરમ પવન, તડકો અને પરસેવા જેવી સમસ્યાઓથી બચવા માટે આપણે ઘણીવાર આપણા કપડાંમાં ફેરફાર કરીએ છીએ.

આપણે આપણા ડાયટમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.

ઉનાળા દરમિયાન તમારા પેટને ઠંડુ રાખવા અને પાચન સ્વસ્થ રાખવા માટે તકમરીયાનું સેવન કરવું જોઈએ.

જે ફાઇબરથી પણ ભરપૂર હોય છે. તમે પાણીમાં પલાળીને પી શકો છો.

ફુદીનો ઉનાળા દરમિયાન તાત્કાલિક તાજગીનો અનુભવ કરાવે છે અને ઠંડકની અસર ધરાવે છે.

તેને છાશ સાથે ભેળવી શકાય છે. જ્યારે ફુદીનાની ચટણી ઉનાળામાં ખાવી જોઈએ.

ઉનાળાનું ફળ તરબૂચ, ઘણા પોષક તત્વોનો ભંડાર છે અને તેમાં પાણી ભરપૂર છે.

તેની ઠંડક અસર શરીરને ઠંડુ રાખવામાં અને હાઇડ્રેશન જાળવવામાં પણ મદદ કરે છે.

જો તમે તમારા શરીરને ઠંડુ રાખવા માંગતા હોવ તો વરિયાળી ખાવ

તમે ભોજન પછી થોડા વરિયાળીના દાણા ચાવી શકો છો.

સવારે વરિયાળીનું પાણી પીવો અને વરિયાળીનું શરબત પણ તાજગી આપે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો