આ જીવનશૈલી સંબંધિત સમસ્યા છે.



વાસ્તવમાં, જ્યારે આપણે પ્યુરીનથી ભરપૂર ખોરાક ખાઈએ છીએ, ત્યારે તે સાંધામાં જમા થઈ જાય છે અને હાડકામાં દુખાવો થાય છે. આને સાદી ભાષામાં યુરિક એસિડ કહે છે.



યુરિક એસિડના દર્દીઓએ ભૂલથી પણ પોતાના આહારમાં 3 વસ્તુઓ સામેલ ન કરવી જોઈએ. તેને ખાવાથી સાંધાનો દુખાવો વધે છે.



જો તમે યુરિક એસિડના દર્દી છો અને સી ફુડ ખાઓ છો તો આવું ન કરો.



સી ફુડમાં પ્યુરિન વધુ હોય છે. તેનું સેવન કરવાનું ટાળો.



શિયાળાની ઋતુમાં વટાણા ખૂબ ખાવામાં આવે છે. પરંતુ યુરિક એસિડના દર્દીઓએ તે ન ખાવું જોઈએ, કારણ કે તેમાં પ્યુરીનની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે.



યુરિક એસિડવાળા લોકોએ વધુ પડતી મીઠી વસ્તુઓ ન ખાવી જોઈએ. મીઠી વસ્તુઓ ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે.



યુરિક એસિડના દર્દીઓએ સ્વસ્થ આહાર લેવો જોઈએ. આ ઉપરાંત, તમારા આહારમાં ડૉક્ટરના સૂચન મુજબ વસ્તુઓનો સમાવેશ કરો.