ઘણીવાર લોકો સ્વાસ્થ્ય જાળવવા માટે ઘી અને માખણ ખાવાનો આગ્રહ રાખે છે.



આ બંને વસ્તુઓ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ છે.



આ બંને વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.



પરંતુ આમ છતાં લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે ઘી અને માખણ વચ્ચે સ્વાસ્થ્ય માટે શું વધુ ફાયદાકારક છે.



ઘી અને માખણ બંને પોષણથી ભરપૂર છે. માખણ ઓગાળીને ઘી તૈયાર કરવામાં આવે છે.



ઘી અને માખણ બંનેમાં વિટામીન A, E, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે.



એક ચમચી ઘીમાં 125 કેલરી હોય છે જ્યારે એક ચમચી માખણમાં 100 કેલરી હોય છે.



ઘીમાં હેલ્ધી ફેટ હોય છે જે પચવામાં સરળ હોય છે.



જ્યારે માખણમાં લેક્ટોઝ હોય છે જે પચવામાં સરળ નથી.