દહીં અને મધનું મિશ્રણ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોનો ખજાનો છે.



મધમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.



દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ અને મધના એન્ઝાઇમ પાચનતંત્રને સુધારે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે.



દહીં ત્વચાને ઠંડક આપે છે અને મધ તેને અંદરથી ડિટોક્સ કરીને ચમકદાર બનાવે છે.



મધ શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે, જ્યારે દહીં થાક દૂર કરવામાં મદદ કરે છે.



આ મિશ્રણ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.



દહીં અને મધમાં આયર્ન અને ઝિંક જેવા ખનિજો હોય છે જે શરીર માટે જરૂરી છે.



તેમાં રહેલા ગ્લુકોઝ અને કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ત્વરિત ઉર્જા પૂરી પાડે છે.



એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોવાથી આ મિશ્રણ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.



આમ, દહીંમાં મધ મિક્સ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.