આજે મોટા ભાગના લોકોની શરુઆત ચા થી થાય છે

તેમ છતા કેટલીક મહિલાઓએ તેનું સેવન ન કરવું જોઈએ

અનિદ્રાથી પરેશાન મહિલાઓએ ચા ન પીવી જોઈએ

એસિડિટી ધરાવતી મહિલાઓ: ચા પેટમાં એસિડનું પ્રમાણ વધારે છે, જેનાથી છાતીમાં બળતરા અને પેટની ખરાબી થઈ શકે છે

હૃદયરોગ ધરાવતી મહિલાઓ: ચા પીવાથી હૃદયના ધબકારા વધી શકે છે અને બ્લડ પ્રેશર પર અસર પડી શકે છે

કબજિયાતથી પીડાતી મહિલાઓ: ચામાં રહેલું 'થિયોફિલાઇન' પાચનતંત્રને અસર શકે છે, જે કબજિયાત વધારી શકે છે

સ્તનપાન કરાવતી મહિલાઓ: માતા જો વધુ ચા પીવે તો તેના કારણે બાળક ચીડચીડું થઈ શકે છે

ગર્ભવતી મહિલાઓ: ચામાં રહેલા કેફીનને કારણે ગર્ભપાતનું જોખમ વધી શકે છે

પીરિયડ્સ દરમિયાન: પીરિયડ્સમાં કેફીન લેવાથી પેટ ફૂલવું અને સતત માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે

આ માહિતી સામાન્ય જાણકારી માટે છે, કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યામાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.