આજકાલ દરેક વ્યક્તિ પ્રોટીન પાછળ ભાગી રહ્યો છે.

વજન ઘટાડવાથી માંડી અનેક બાબતો માટે પ્રોટીન જરૂરી છે

મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવાની સલાહ આપે છે.

કેટલાક ફળોમાં નોંધપાત્ર માત્રામાં પ્રોટીન પણ હોય છે.

પ્રોટીન માટે તમે જામફળ ખાઈ શકો છો. એક કપ જામફળમાં આશરે 4.2 ગ્રામ પ્રોટીન હોય છે

એવોકાડોમાં હેલ્ધી ફેટનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ તેમાં લગભગ 4 ગ્રામ પ્રોટીન પણ હોય છે.

તેમાં પોટેશિયમ, ફાઇબર હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે.

બ્લેકબેરી માત્ર રંગ અને સ્વાદમાં સ્વાદિષ્ટ નથી, પરંતુ તે પ્રોટીનનો સારો સ્ત્રોત પણ છે.

એક કપ બ્લેકબેરીમાં લગભગ 2 ગ્રામ પ્રોટીન હોય છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે

કિવિ વિટામિન સીનો પાવરહાઉસ છે, પરંતુ તેમાં પ્રતિ કપ 2.1 ગ્રામ પ્રોટીન પણ હોય છે. તેમાં વિટામિન K પણ હોય છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો