નવેમ્બર અંત અને ડિસેમ્બર શરૂઆતમાં હવામાનમાં થતા ફેરફારને કારણે શરદી, ખાંસી, ગળામાં ખારાશ અને છીંક જેવી સમસ્યાઓ વધતી હોય છે

Published by: gujarati.abplive.com

દિવસમાં ગરમી અને રાત્રે ઠંડકને કારણે શરીર એડજસ્ટ થઈ શકતું નથી

એવા સમયમાં 5 સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપચાર ઉપયોગી રહે છે

તુલસી + મરી + આદુની ચા: 5 તુલસીના પાન, નાનો ટુકડો આદુ અને 2 કાળા મરીના દાણા ચામાં ઉકાળીને પીવું જોઈએ

શેકેલ અજમો અને મીઠું: ઠંડીના લક્ષણોમાં અજમાને શેકીને એક ચપટી કાળા મીઠા સાથે ચાવવાથી શરીરને લાભ મળે છે

વરાળ લેવી (સ્ટીમ): ગરમ પાણીમાં અજમો અથવા વિક્સ નાખીને 5થી 7 મિનિટ સુધી વરાળ લેવાથી કફમાં રાહત મળે છે

હળદર વાળું દૂધ: 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવી રાત્રે સૂતા પહેલાં પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

આદુ + મધ: ગળાને ગરમ રાખવા માટે 1 ચમચી આદુનો રસ અડધી ચમચી મધમાં મિક્સ કરીને દિવસમાં બે વાર લો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.