શિયાળો આવતા જ મોટાભાગના લોકો ઠંડીથી બચવા માટે સ્નાન કરવા અને વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ શરૂ કરી દે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ ત્વચારોગના નિષ્ણાતોના મતે, આ આદત તમારા વાળના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

ડૉ. વિજય સિંઘલ સમજાવે છે કે વધુ પડતું ગરમ પાણી માથાની ચામડી (Scalp) ને નુકસાન પહોંચાડે છે.

Published by: gujarati.abplive.com

તે માથાની ચામડીમાંથી કુદરતી તેલ (સીબમ) ને છીનવી લે છે, જેનાથી વાળ શુષ્ક (Dry) અને બરડ (Brittle) થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

જ્યારે વાળમાંથી આ કુદરતી મોઇશ્ચર દૂર થાય છે, ત્યારે વાળના મૂળ નબળા પડે છે અને વાળ ખરવાની સમસ્યા ઝડપથી વધવા લાગે છે.

Published by: gujarati.abplive.com

જે લોકો પોતાના વાળમાં કલર (Dye) કરાવે છે, તેમના માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો વધુ નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણીથી વાળ ધોવાથી કલર ખૂબ જ ઝડપથી ઝાંખો (Fade) પડી જાય છે.

Published by: gujarati.abplive.com

તો શું છે સાચો ઉપાય? નિષ્ણાતોના મતે, શિયાળામાં વાળ ધોવા માટે ગરમ પાણીને બદલે હૂંફાળા પાણીનો (Lukewarm Water) ઉપયોગ કરવો જોઈએ.

Published by: gujarati.abplive.com

હૂંફાળું પાણી તમને ઠંડીથી પણ બચાવશે અને વાળનું કુદરતી તેલ પણ જાળવી રાખશે, જેનાથી વાળને નુકસાન નહીં થાય.

Published by: gujarati.abplive.com

આ સિવાય, શિયાળામાં વાળ ધોતા પહેલા તેલ લગાવવાનું અને હળવા શેમ્પૂનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

Published by: gujarati.abplive.com