લાંબા સમય સુધી પેશાબ રોકવાનું ટાળવું જોઈએ

કોઈ કટોકટી કે મજબૂરીના સમયે થોડીવાર માટે પેશાબ રોકવાથી સામાન્ય રીતે કોઈ મોટી સમસ્યા થતી નથી

પરંતુ દરરોજ લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાની ટેવ ક્યારેય ન પાડવી જોઈએ.

પેશાબને વધુ સમય સુધી રોકવાથી બ્લેડર પર દબાણ વધે છે, જે તેને નુકસાન પહોંચાડી શકે છે.

લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી બેક્ટેરિયા વધે છે, જેનાથી UTIનું જોખમ વધી જાય છે.

: પેશાબ ઓછો આવે અથવા વારંવાર જવું ન પડે તેવા ડરથી પાણી પીવાનું ક્યારેય ઓછું ન કરવું જોઈએ.

જો તમને પેશાબ કરતી વખતે બળતરા, દુખાવો, લોહી પડવું કે વારંવાર તકલીફ અનુભવાતી હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી

પેશાબ રોકી રાખવા માટે કોઈ સમયની નિશ્ચિત મર્યાદા હોતી નથી

પરંતુ જ્યારે પણ પેશાબ કરવાની જરુરિયાત લાગે ત્યારે કરી લેવો જ યોગ્ય છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે