ડિજિટલ યુગમાં હેડફોન અને ઇયરફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે.



મોટાભાગના યુવાનો તેના વગર ઘરની બહાર પણ નીકળી શકતા નથી.



મ્યૂઝિક સાંભળવું, ફિલ્મો જોવા માટે પણ લોકો હેડફોનનો ઉપયોગ કરે છે.



પરંતુ શું તમે જાણો છો કે હેડફોનનો સતત ઉપયોગ તમારા કાનને નુકસાન પહોંચાડી શકે છે



તમારી સાંભળવાની શક્તિ પણ ખતમ થઈ શકે છે. તમે કાયમ માટે બહેરા થઈ શકો છો.



તમને જણાવીએ કે દરરોજ કેટલા કલાક હેડફોનનો ઉપયોગ કરવો યોગ્ય છે.



ઘણા લોકો આખો દિવસ હેડફોન લગાવીને કામ કરે છે



ઘરે, ઓફિસ અને બજારમાં પણ લોકો કાનમાં હેડફોન યુઝ કરે છે



કેટલાક લોકો રાત્રે કાનમાં હેડફોન લગાવીને પણ સૂઈ જાય છે



નિષ્ણાતો કહે છે કે 60 મિનિટથી વધુ સમય માટે હેડફોનનો ઉપયોગ ન કરો. 60 ટકાથી વધુ વોલ્યુમ પર સાંભળવું જોઇએ નહીં.



જો તમે લાંબા સમય સુધી હેડફોન સાથે કામ કરવા માંગતા હોવ તો દર 30-40 મિનિટે વિરામ લો



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો