પ્રોટીન આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે.

હોર્મોન્સ, એન્ઝાઈમ અને ઈમ્યૂન સિસ્ટમના યોગ્ય કાર્ય માટે પણ જરૂરી છે.

આ જ કારણ છે કે બધી ઉંમરના લોકોએ તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય માત્રામાં પ્રોટીનનું સેવન કરવું જોઈએ.

આરોગ્ય નિષ્ણાતોના મતે જો પ્રોટીન જરૂરિયાત કરતા વધારે લેવામાં આવે તો કિડનીની સમસ્યાઓનું જોખમ વધી શકે છે

જ્યારે અપૂરતું પ્રોટીન લેવાથી નબળાઈ અને થાક લાગી શકે છે.

ICMR-NIN 2020 ના રિપોર્ટ મુજબ, એક યુવાન વ્યક્તિએ દરરોજ શરીરના વજનના કિલોગ્રામ દીઠ 0.83 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

આનો અર્થ એ છે કે 80 કિલો વજન ધરાવતી વ્યક્તિએ દરરોજ આશરે 66 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

મધ્યમ પ્રવૃત્તિ કરતા યુવાન પુરુષોએ દરરોજ 54 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે.

મધ્યમ પ્રવૃત્તિ કરતી યુવા મહિલાઓએ દરરોજ 45.7 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે.

નિષ્ણાતો કહે છે કે દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યક્તિએ સરેરાશ 15 થી 25 ગ્રામ પ્રોટીન દરેક ટાઈમે ભોજનમાં લેવું જોઈએ.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો