ડોક્ટરોના મતે પ્રોટીન સ્વસ્થ અને ફિટ શરીર માટે જરૂરી અને મહત્વપૂર્ણ છે.
પ્રોટીન આપણા શરીર માટે એક વરદાન છે. શરીરમાં યોગ્ય માત્રામાં પ્રોટીન હોવું સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
December 31, 2025
પ્રોટીન સ્નાયુઓનું નિર્માણ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે પણ જરૂરી છે.
Published by: gujarati.abplive.com
ડોક્ટરોના મતે, કઈ ઉંમરના વ્યક્તિને સ્વસ્થ શરીર જાળવવા માટે કેટલું પ્રોટીન જોઈએ છે. વ્યક્તિને તેના રોજિંદા જીવનમાં કેટલી પ્રોટીનની જરૂર છે તે ઘણા પરિબળો પર આધાર રાખે છે
જેમાં ઉંમર, લિંગ અને તે કેટલી શારીરિક પ્રવૃત્તિ કરે છે તે સામેલ છે.
પુરુષને તેમના શરીરના વજનના કિલોગ્રામ દીઠ આશરે 0.8 ગ્રામ પ્રોટીનની જરૂર છે.
જો તમારી સામાન્ય દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિ કરો છો તો તમારે 1.2 થી 1.4 ગ્રામ પ્રોટીનની જરૂર છે.
જો તમે બોડીબિલ્ડર અથવા સ્પોર્ટ્સપર્સન છો તો તમારે તમારા શરીરના વજનના કિલોગ્રામ દીઠ 1.6 થી 2.2 ગ્રામ પ્રોટીનની જરૂર છે.