સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પરંતુ મોટાભાગના લોકો ફોન પર જરૂર કરતાં વધુ સમય વિતાવી રહ્યા છે જે તેમના સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું છે.
નિષ્ણાતો કહે છે કે સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ ઊંઘની જરૂર હોય છે.
'એ સોસાયટી ફોર વિમેન્સ હેલ્થ રિસર્ચ'નો એક રિપોર્ટ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પુરુષો અને સ્ત્રીઓ માટે ઊંઘના કલાકો અલગ અલગ હોય છે.
નેશનલ સ્લીપ ફાઉન્ડેશન (NSF) અને ડ્યુક યુનિવર્સિટીના અભ્યાસો અનુસાર...
સ્ત્રીઓ દિવસભર પુરુષો કરતાં વધુ માનસિક ઉર્જા ખર્ચ કરે છે જેના માટે તેમના મગજની રિકવરી માટે વધુ સમય એટલે કે ઊંઘની જરૂર પડે છે.
બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનના એક અહેવાલ મુજબ, મહિલાઓનું મગજ વધુ જટિલ હોય છે અને તેઓ એક સમયે અનેક કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે.
આનો અર્થ એ થાય કે તેમનું મગજ વધુ મહેનત કરે છે, તેમને વધુ આરામ એટલે કે ઊંઘની જરૂર છે.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો