સ્વસ્થ શરીર અને કિડનીની કાર્યક્ષમતા માટે દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) સરળતાથી બહાર નીકળી જાય છે.

Published by: gujarati.abplive.com

પરંતુ જાગતાની સાથે જ એકસાથે 1-2 બોટલ પાણી પીવાની આદત કિડની પર વધુ પડતું દબાણ લાવે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે સવારે ઉઠ્યા પછી માત્ર 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતું પાણી એકસાથે પીવાથી કિડનીને ફિલ્ટર કરવામાં મુશ્કેલી પડે છે અને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તંદુરસ્ત કિડની માટે આખા દિવસ દરમિયાન કુલ 3 લિટર જેટલું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

પાણીની સાથે તમે છાશ, જ્યૂસ કે અન્ય હેલ્ધી પ્રવાહીનો પણ આહારમાં સમાવેશ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

કામના ભારણને લીધે પાણી પીવાનું ભૂલી જવું એ કિડની અને અન્ય અંગો માટે અત્યંત નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

પાણી હંમેશા ધીમે-ધીમે અને દિવસભર સમયાંતરે પીતા રહેવું જોઈએ જેથી શરીર હાઇડ્રેટેડ રહે.

Published by: gujarati.abplive.com

કોઈ પણ ગંભીર બીમારી હોય તો આહારમાં ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com