ખજૂર વિટામિન, મિનરલ્સ અને ફાઈબરનો ખજાનો છે, જે શરીરને તાત્કાલિક એનર્જી આપે છે.

Published by: gujarati.abplive.com

રમઝાન કે ઉપવાસમાં શક્તિ વધારવા ખજૂર ઉત્તમ છે, પણ નકલી ખજૂર સ્વાસ્થ્ય બગાડી શકે છે.

Published by: gujarati.abplive.com

સ્પર્શ કરીને ઓળખો: અસલી અને સારી ગુણવત્તાવાળી ખજૂર બહારથી એકદમ નરમ અને કુદરતી લાગે છે.

Published by: gujarati.abplive.com

રંગની સમાનતા: ઉચ્ચ ગુણવત્તાવાળી અસલી ખજૂરનો રંગ હંમેશા એકસરખો હોય છે, તેમાં ક્યાંય વિચિત્ર ડાઘ હોતા નથી.

Published by: gujarati.abplive.com

પાણીની કસોટી: અસલી ખજૂરને પાણીમાં નાખતા તે રંગ નથી છોડતી, જ્યારે નકલી ખજૂર તરત જ પાણીનો રંગ બદલી નાખે છે.

Published by: gujarati.abplive.com

મીઠાશનો તફાવત: કુદરતી ખજૂર બહાર કરતા અંદરથી વધુ મીઠી હોય છે, જે તેની અસલી હોવાની નિશાની છે.

Published by: gujarati.abplive.com

ચાસણીની ભેળસેળ: નકલી ખજૂરને ચમકદાર અને ગળી બનાવવા ઉપરથી ખાંડ કે ગોળની ચાસણી ચડાવેલી હોય છે.

Published by: gujarati.abplive.com

દળદાર હોવું: અસલી ખજૂર દેખાવમાં જાડી, દળદાર અને વજનદાર હોય છે, જ્યારે નકલી ખજૂર હલકી અને પાતળી હોય છે.

Published by: gujarati.abplive.com

ચીકાશ તપાસો: જો ખજૂર અતિશય ચીકણી, ભીની કે વધુ પડતી સૂકી લાગે, તો તે હલકી ગુણવત્તાની હોવાની પૂરી શક્યતા છે.

Published by: gujarati.abplive.com

સસ્તી ખજૂરના મોહમાં પડવાને બદલે હંમેશા તેની ગુણવત્તા ચકાસીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

Published by: gujarati.abplive.com

(નોંધ: આ માહિતી સામાન્ય જ્ઞાન અને ઘરગથ્થુ નુસખાઓ પર આધારિત છે. શુદ્ધ ખજૂરના સેવનથી જ પોષક તત્વોનો પૂરો લાભ મળે છે.)

Published by: gujarati.abplive.com