કોઈપણ વ્યક્તિની ઊંચાઈ તેના જેનેટિક્સ પર આધાર રાખે છે. એટલા માટે કેટલાક લોકો ઊંચા હોય છે અને કેટલાક નીચા હોય છે.



ડાયટ, કસરત, ઊંઘ અને જીવનશૈલી પણ બાળકની ઊંચાઈને અસર કરી શકે છે.



દૂધ, દહીં અને ચીઝ કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનના સારા સ્ત્રોત છે.



ઈંડામાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન, વિટામિન બી12 અને વિટામિન ડી હોય છે, જે સ્નાયુઓના વિકાસ અને હાડકાના વિકાસ માટે જરૂરી છે.



સ્પ્રાઉન્ટ્સમાં પ્રોટીન, ફાઇબર અને ઝીંક હોય છે, જે બાળકોના ગ્રોથ હોર્મોન્સને એક્ટિવ કરવામાં મદદ કરે છે.



પાલક, મેથી, સરસવ વગેરેમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે



ગાજરમાં વિટામિન A હોય છે, જે હાડકાના વિકાસ અને પેશીઓના સમારકામમાં મદદ કરે છે.



બદામ, અખરોટ, ચિયા અને શણના બીજ શરીર અને મન બંનેના વિકાસ માટે ફાયદાકારક છે.



પોટેશિયમથી ભરપૂર કેળા સ્નાયુઓની શક્તિ વધારવા અને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે.



ઓટ્સ અને અનાજ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે અને બાળકોને દિવસભર એક્ટિવ રાખે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો