શિયાળાની ઋતુમાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાથી અને ખોરાક વધવાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ડોક્ટરના મતે, જો બ્લડ સુગર લેવલ 300 mg/dL ની ઉપર પહોંચી જાય, તો આ સ્થિતિને બિલકુલ હળવાશમાં ન લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com

ગભરાશો નહીં: આવી સ્થિતિમાં સૌથી પહેલાં મગજ શાંત રાખો, કારણ કે તણાવ (Stress) લેવાથી શુગર લેવલ વધારે વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ફરીથી ચેક કરો: તાત્કાલિક તમારું બ્લડ સુગર લેવલ ફરીથી ચેક કરો, જેથી રીડિંગની બરાબર ખાતરી થઈ શકે.

Published by: gujarati.abplive.com

દવા કે ઇન્સ્યુલિન: જો તમે ઇન્સ્યુલિન લો છો, તો ડોક્ટરે સૂચવેલા 'કરેક્શન ડોઝ' મુજબ જ ઇન્સ્યુલિન લો. જાતે ડોઝ વધારવાની ભૂલ ન કરો.

Published by: gujarati.abplive.com

ખૂબ પાણી પીઓ: હાઈ શુગર ડિહાઇડ્રેશનનું કારણ બને છે. આ સમયે ભરપૂર માત્રામાં સાદું પાણી પીવો.

Published by: gujarati.abplive.com

પાણી પીવાથી શરીર પેશાબ વાટે વધારાની શુગરને બહાર કાઢવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

આ વસ્તુઓ ટાળો: મીઠા ફળોના જ્યુસ, ઠંડા પીણાં, મીઠાઈ, ભાત અને સફેદ બ્રેડ જેવો સ્ટાર્ચવાળો ખોરાક ખાવાનું તાત્કાલિક ટાળો.

Published by: gujarati.abplive.com

આ ખોરાક લો: આ સમયે, તમે સલાડ, કાકડી અને પ્રોટીનયુક્ત હળવો આહાર લઈ શકો છો.

Published by: gujarati.abplive.com

જો શુગર લેવલ કંટ્રોલમાં ન આવે અથવા અન્ય તકલીફ જણાય, તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

Published by: gujarati.abplive.com