મોટાભાગના બધાને ચ્યુઇંગમ ગમે છે. કેટલાક માટે તે માઉથ ફ્રેશનર છે



જો તમને પણ ચ્યુઇંગમ ચાવવાની આદત હોય તો સાવધાન રહો.



ચ્યુઇંગમ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.



ચ્યુઇંગમ ગમનો મુખ્ય આધાર ગમ બેઝ હોય છે.



અગાઉના સમયમાં ગમ બેઝ પ્રાકૃતિક સામગ્રીમાંથી બનતું હતું



પરંતુ હાલમાં મોટાભાગના ચ્યુઇંગમનું ગમ બેઝ કૃત્રિમ પોલિમરથી બને છે



યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.



એક ગ્રામ ચ્યુઇંગમમાંથી સરેરાશ 100 માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા નીકળે છે



જ્યારે કેટલાક ગમમાંથી 600 થી વધુ ટુકડા નીકળે છે.



ચ્યુઇંગમ ગમના એક સામાન્ય ટુકડાનું વજન લગભગ 1.5 ગ્રામ હોય છે



જેનો અર્થ એ છે કે જે વ્યક્તિ દરરોજ ગમ ચાવે છે તે દર વર્ષે લગભગ 30,000 માઇક્રોપ્લાસ્ટિક કણો ગળી શકે છે.



આ માઇક્રોપ્લાસ્ટિક કણો એટલા નાના હોય છે કે તે લાળ સાથે મોંમાં પ્રવેશ કરે છે અને પછી ગળી જવાય છે



ચ્યુઇંગમ ચાવવી સલામત છે, પરંતુ તેને ગળવી જોઇએ નહીં



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો