વાળને ખૂબ જ ટાઈટ પોનીટેલમાં બાંધવાની આદત નાની ઉંમરે ટાલ પડવાનું મુખ્ય કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

મેડિકલ ભાષામાં, ખેંચાણને કારણે થતા આ વાળ ખરવાની સમસ્યાને 'ટ્રેક્શન એલોપેસીયા' કહેવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

આ સમસ્યામાં માથાના આગળના ભાગમાં (Hairline) અને બાજુઓ પર વાળ ખરવાનું અને તૂટવાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

શરૂઆતી લક્ષણ: શરૂઆતમાં વાળ મૂળમાંથી નહીં પણ વચ્ચેથી તૂટે છે, જેના કારણે તે ફ્રિઝી અને નિર્જીવ દેખાય છે.

Published by: gujarati.abplive.com

જો સમયસર આ આદત સુધારવામાં ન આવે, તો વાળના મૂળ હંમેશ માટે નાશ પામે છે અને કાયમી ટાલ પડી શકે છે.

Published by: gujarati.abplive.com

ફ્રિન્જ સાઈન: કપાળની હેરલાઇન પર ખૂબ ટૂંકા અને તૂટેલા વાળ દેખાવા એ ખતરાની નિશાની છે.

Published by: gujarati.abplive.com

શું કરવું: વાળ બાંધવા માટે રબર બેન્ડનો ઉપયોગ ટાળો; તેના બદલે સિલ્ક સ્ક્રન્ચીનો ઉપયોગ કરો જે વાળ તોડતા નથી.

Published by: gujarati.abplive.com

હાઈ અને ટાઈટ પોનીટેલને બદલે, વાળને ઢીલા બાંધો અથવા નીચી પોનીટેલ અને ઢીલો અંબોડો (Loose Bun) વાળો.

Published by: gujarati.abplive.com

જો તમને આગળના ભાગે વાળ ઓછા કે તૂટેલા જણાય, તો ઘરેલું ઉપાય કરવાને બદલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

Published by: gujarati.abplive.com

સમસ્યાને વહેલી ઓળખવાથી વાળ બચી શકે છે, નહીંતર ભવિષ્યમાં મોંઘી સારવાર કરાવવાનો વારો આવી શકે છે.

Published by: gujarati.abplive.com