આજની જીવનશૈલી તમારી ફર્ટિલિટી પર અસર કરવા લાગી છે.



ડોકટરોના મતે, પ્રજનનક્ષમતામાં ઘટાડો થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.



આમાં ઉંમર વધવી, હોર્મોનલ અસંતુલન, ખરાબ ખાવાની આદતો અને તણાવ જેવા પરિબળોનો સમાવેશ થાય છે.



નિષ્ણાંતોના મતે પ્રદૂષિત સ્થળોએ રહેવું, મોડી રાતની શિફ્ટમાં કામ કરવું, પ્લાસ્ટિકમાંથી નીકળતા હાનિકારક રસાયણો પણ ગર્ભાવસ્થાની શક્યતા ઘટાડી શકે છે.



રાત્રિ શિફ્ટ ઊંઘના ચક્રને ખલેલ પહોંચાડી શકે છે, જે હોર્મોનલ સંતુલનને અસર કરે છે.



મોડી રાત સુધી કામ કરવાનું ટાળો. સારી ઊંઘ લેવી મહત્વપૂર્ણ છે. કામ અને ઊંઘનો સમય સરખો રાખવાથી શરીરને સંતુલન મળે છે.



સતત બદલાતી શિફ્ટ માસિક ચક્રને અસંતુલિત કરી શકે છે અને ovulation patternને અસર કરી શકે છે.



તાજા શાકભાજી, ફળો, પ્રોટીન અને અનાજ શરીર માટે ફાયદાકારક છે. કેફીન અને પેકેજ્ડ ખોરાક મર્યાદિત કરો.



નાઈટ શિફ્ટ તણાવ વધારે છે, જે પ્રજનન સ્વાસ્થ્યને બગાડી શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો