ફિટ રહેવા માટે એક્સરસાઈઝની સાથે સાથે ખોરાકનું ધ્યાન રાખવું પણ જરુરી છે

ફિટ રહેલા એક્સરસાઈઝની સાથે સાથે કેટલાક સીડ્સ ખાવાથી ફાયદો થાય છે

આ તમામ બીજમાં રહેલું ફાઈબર કબજિયાત દૂર કરીને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

અળસીનું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.

કોળાના બીજમાં ઝિંક અને મેગ્નેશિયમ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

સૂર્યમુખીના બીજ વિટામિન E થી ભરપૂર સૂર્યમુખીના બીજ ત્વચાને ચમકદાર રાખવામાં મદદરૂપ છે.

તલમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે

આ બીજને શેકીને સ્નેક્સ તરીકે, સ્મૂધીમાં અથવા સલાડ પર સ્પ્રિંકલ કરીને ખાઈ શકાય છે.

આ બીજનું નિયમિત સેવન બ્લડ સુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે.