કિડની આપણા શરીરમાંથી કચરો દૂર કરવાનું કામ કરે છે. તેથી કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.



જોકે, આપણી સવારની કેટલીક આદતો કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે.



રાત્રી દરમિયાન આપણું શરીર ડિહાઇડ્રેટેડ થઈ જાય છે. સવારે ઉઠ્યા પછી તરત જ પાણી ન પીવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે.



આનાથી લોહી જાડું થઈ જાય છે અને કિડનીને તેને ફિલ્ટર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.



નાસ્તામાં વધુ પડતું મીઠું, પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ જ્યુસ અથવા અથાણું ખાવું કિડની માટે હાનિકારક છે.



યુરિન રોકી રાખવાથી બેક્ટેરિયા વધવાનું જોખમ વધે છે, જે ચેપનું કારણ બની શકે છે



ખાલી પેટે વધુ પડતી ચા કે કોફી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.



નાસ્તો છોડી દેવો અથવા તેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન અને ફાઇબર ન લેવું પણ કિડની માટે સારું નથી



All Photo Credit: Instagram