કિડની શરીરનો કચરો સાફ કરનારું એક મહત્વનું અંગ છે, પરંતુ તેના ખરાબ થવાના સંકેતો ખૂબ જ સામાન્ય હોવાથી લોકો તેને અવગણે છે.

Published by: gujarati.abplive.com

આ શરૂઆતી લક્ષણોને સમયસર ઓળખી લેવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર પરિસ્થિતિથી બચી શકાય છે.

Published by: gujarati.abplive.com

પેશાબમાં ફેરફાર: પેશાબમાં વધુ પડતું ફીણ કે પરપોટા થવા એ કિડનીની સમસ્યાનો મુખ્ય સંકેત છે, કારણ કે તે પ્રોટીન લીક થવાનું સૂચવે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે ઊંઘમાંથી વારંવાર પેશાબ કરવા જવું પડે અથવા પેશાબનો રંગ ઘેરો પીળો, ભૂરો કે ચા જેવો થઈ જાય તો સાવધાન રહો.

Published by: gujarati.abplive.com

શરીર પર સોજા: કિડની બરાબર કામ ન કરવાને કારણે શરીરમાં પાણી જમા થાય છે, જેનાથી પગ, પગની ઘૂંટીઓ અને ચહેરા પર સોજા દેખાય છે.

Published by: gujarati.abplive.com

સતત થાક અને નબળાઈ: શરીરમાં ઝેરી તત્વો જમા થવાને કારણે, કોઈ કારણ વગર સતત થાક, નબળાઈ અને એકાગ્રતામાં ઘટાડો અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

મોઢાનો સ્વાદ બદલાવવો: મોઢામાં ધાતુ જેવો કે એમોનિયા જેવો વિચિત્ર સ્વાદ આવવો અને ભૂખ ઓછી લાગવી એ પણ એક લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

આ લક્ષણોને સામાન્ય સમજીને અવગણવાની ભૂલ કરવી ખૂબ મોંઘી પડી શકે છે.

Published by: gujarati.abplive.com

ખાસ કરીને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ સંકેતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ વારંવાર જણાય, તો વિલંબ કર્યા વિના ડોક્ટરનો સંપર્ક કરી કિડનીની તપાસ અવશ્ય કરાવો.

Published by: gujarati.abplive.com