શિયાળાની શરૂઆત સાથે જ મૂળા બજારમાં આવવા લાગે છે.

મૂળાની શાકભાજી, સલાડ અને પરાઠા ઘણીવાર ખાવામાં આવે છે.

શિયાળા દરમિયાન ખવાતા મૂળાના અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે.

મૂળામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પેટને સ્વસ્થ રાખવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

મૂળા ખાવાથી શરીરને વિટામિન સી, વિટામિન ઇ અને વિટામિન એ મળે છે.

વધુમાં મૂળામાં વિટામિન બી6 અને વિટામિન કે હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.

મૂળા પોટેશિયમનો સારો સ્ત્રોત પણ છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

મૂળા વજન ઘટાડવા માટે પણ સારા માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

મૂળા ખાવાથી કબજિયાત દૂર થાય છે. મૂળામાં ઝીંક અને ફોસ્ફરસ જેવા આવશ્યક મિનરલ્સ હોય છે

મૂળા લીવર અને કિડની માટે પણ ફાયદાકારક છે, તેમને સાફ કરે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો