આપણે ઘણીવાર પગમાં દુખાવાને થકાવટ, લાંબા સમય સુધી કામ અથવા વૃદ્ધત્વનું લક્ષણ માનીએ છીએ.



પરંતુ જો આ દુખાવો વારંવાર થવા લાગે, ચાલવામાં તકલીફ પડે તો તેને હળવાશથી ન લેવું જોઈએ.



આરોગ્ય નિષ્ણાતો માને છે કે પગમાં સતત દુખાવો થવાનું એક મુખ્ય કારણ શરીરમાં વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે.



આ વિટામિન આપણા હાડકાં અને સ્નાયુઓ માટે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું સૂર્યપ્રકાશ છોડ માટે છે.



તેનું કામ શરીરમાં કેલ્શિયમ જાળવવાનું છે, જેથી હાડકાં મજબૂત રહે. જ્યારે શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય છે, ત્યારે હાડકાં નબળા પડવા લાગે છે



લાંબા સમય સુધી ચાલવામાં અથવા સીડી ચઢવામાં દુખાવો અને અસ્વસ્થતા રહે છે



પગના સ્નાયુઓ જકડાઈ જાય છે અને થોડી ઈજા પર પણ વધુ દુખાવો થાય છે



દરરોજ ઓછામાં ઓછા 20 મિનિટ તડકામાં વિતાવો



તમારા ડાયટમાં દૂધ, ચીઝ, ઈંડા, માછલી અને મશરૂમનો સમાવેશ કરો



તમે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન ડી સપ્લીમેન્ટ્સ અથવા દવાઓ લઈ શકો છો



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો