આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે.



અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ડાયટના કારણે આ રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે.



દવાઓની સાથે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય ડાયટ લેવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે.



મેગ્નેશિયમ પણ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.



મેગ્નેશિયમ શરીરના કોષોને ઇન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલ બનાવે છે.



જ્યારે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય છે, ત્યારે કોષોમાં ઇન્સ્યુલિન પ્રતિકાર વધે છે. જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધે છે.



મેગ્નેશિયમની ઉણપના લક્ષણોમાં થાક અને નબળાઈ,સ્નાયુઓમાં ખેંચાણ અથવા ધ્રુજારી,અનિયમિત હૃદયના ધબકારા વગેરે છે



શાકભાજી, મેથી, સરસવના દાણા અને બ્રોકલી જેવા લીલા શાકભાજી મેગ્નેશિયમના ઉત્તમ સ્ત્રોત છે.



બદામ અથવા કાજુ માત્ર સ્વસ્થ નાસ્તા જ નથી પણ મેગ્નેશિયમની દૈનિક જરૂરિયાતનો મોટો ભાગ પણ પૂર્ણ કરે છે.



ચણા, રાજમા, મગની દાળ અને સોયાબીન જેવા કઠોળ પણ મેગ્નેશિયમનો પણ સારો સ્ત્રોત છે.



70 ટકા કે તેથી વધુ કોકો વાળી ડાર્ક ચોકલેટ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે.



કેળા માત્ર પોટેશિયમ જ નહીં પણ મેગ્નેશિયમનો પણ સારો સ્ત્રોત છે.



સૅલ્મોન અને મેકેરલ જેવી માછલીઓમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ તેમજ મેગ્નેશિયમ હોય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો