ઘણા લોકો દાવો કરે છે કે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો



જ્યારે કેટલાક કહી રહ્યા છે કે બ્લડ સુગર નિયંત્રણમાં આવી જશે.



વાસ્તવમાં જો ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરતી વખતે કાળજી લેવામાં ન આવે તો તે કેટલીક ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે.



લોકો ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન કઈ સામાન્ય ભૂલો કરે છે અને તેના કારણે કયા રોગોનું જોખમ વધી શકે છે.



ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ એટલે ચોક્કસ સમય માટે ખાવાથી દૂર રહેવું અથવા મર્યાદિત સમયમાં ખોરાક લેવો.



આ પદ્ધતિ વજન ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે



લાંબા સમય સુધી ન ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર ઝડપથી ઘટી શકે છે



જેના કારણે ચક્કર, નબળાઈ અને ગંભીર કિસ્સાઓમાં બેભાન પણ થઈ શકે છે.



ધીમે ધીમે શરીરમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ થઈ શકે છે.



આનાથી વાળ ખરવા, ત્વચાને નુકસાન અને નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ થાય છે.



લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી એસિડિટી, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ વધી શકે છે.



ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગથી હોર્મોનલ અસંતુલનનું જોખમ વધી શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો