વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, તમે લોટમાં ન્યૂટ્રિશનલ યિસ્ટ ઉમેરી શકો છો. આ એક ઉત્તમ સ્ત્રોત છે જે તમારી રોટલીને વિટામિન B12 થી સમૃદ્ધ બનાવશે આ સિવાય તમે લોટમાં ફોર્ટિફાઇડ સોયા પણ ઉમેરી શકો છો. વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે કારણ કે તે લાલ રક્તકણો ઉત્પન્ન કરવામાં અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેની ઉણપ થાક, નબળાઇ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે. આ બંનેને લોટમાં મિક્સ કરીને તમે તમારા આહારમાં વિટામિન B12નો સમાવેશ કરી શકો છો. આ પદ્ધતિ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી તે તમારા રોટલીનો સ્વાદ પણ વધારશે